48. મંગલકારી મોગલ માં


હે જીંડવે જળહલ જ્યોત જાગતી
ચારણકુળ અવતારી રે
હો ધૂપ ધુમાડા ધોમ ધમધમે
વંદન વારંવારી રે
હે જીંડવે જળહલ જ્યોત જાગતી
ચારણકુળ અવતારી રે
હો ધૂપ ધુમાડા ધોમ ધમધમે
વંદન વારંવારી રે

ઘાંઘણીયા ઘેર જનમી માતુ
ચારણ કુળ ઉજાળી રે,
રીજે માં મોગલ રાજ કરાવે
કાયમ સે કૃપાળી રે,
હો હેત તણી હેલી માતાજી
સદા રહો સુખકારી રે,
હે જીંડવે જળહલ જ્યોત જાગતી
ચારણકુળ અવતારી રે
હો ધૂપ ધુમાડા ધોમ ધમધમે
વંદન વારંવારી રે

હરવેળા તરવેળા તાજે
બાળક તારા આવે રે,
ભૂપ ભુપતિ સૌ કોઈ તારા
ચરણે શીશ નમાવે રે,
હે મંગળ વારે મંગલ કરતી
માં મોગલ મચ્છરાળી રે,
હે જીંડવે જળહલ જ્યોત જાગતી
ચારણકુળ અવતારી રે
હો ધૂપ ધુમાડા ધોમ ધમધમે
વંદન વારંવારી રે

ધ્યાન ધરે મોગલનું નવગ્રહ
નક્ષત્રો નથી નડતાં રે,
સુખ શાંતિ સમૃધ્ધિ આપે
દિવસો રાખે ચડતા રે,
સિધ્ધ કહે દગુ મંગળકારી
માથે મેર જો તારી રે,
હે જીંડવે જળહલ જ્યોત જાગતી
ચારણકુળ અવતારી રે
હો ધૂપ ધુમાડા ધોમ ધમધમે
વંદન વારંવારી રે

Mp3 ભજન ડાઉનલોડ કરો


Leave a Reply

Your email address will not be published.