96 હું જ્યાં જોવું ત્યાં માડી યમુનાજી મલકાય

હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય

યમુનાજી મલકાય સંગે શ્રીનાથજી સોહાય

કેસરી વસ્ત્ર અંગે સોહે, નીરખી મનડું મોહે

માળા કમળની કરમાં સોહાય, સંગે શ્રીનાથજી મલકાય
હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય

હસ્તી કંચન કંકણ શોભે, ચરણે વીછીયા સોહે
હસ્તી કંચન કંકણ શોભે, ચરણે વીછીયા સોહે
છમછમ જાંજર નાદ સંભળાય, સંગે શ્રીનાથજી મલકાય
હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય

શ્યામલડી સુરત છે માડી, શ્રીજીના પટરાણી
શ્યામલડી સુરત છે માડી, શ્રીજીના પટરાણી
આંખે અમિયલ સ્નેહ છલકાય, સંગે શ્રીનાથજી મલકાય
હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય

યમુનાજીના દર્શન કરતા, વૈષ્ણવ ગુણલા ગાતા
યમુનાજીના દર્શન કરતા, વૈષ્ણવ ગુણલા ગાતા
યમુનાપાન કરી હરખાય, સંગે શ્રીનાથજી મલકાય
હું જ્યાં જોવું ત્યાં ત્યાં માડી યમુનાજી મલકાય

Leave a Reply

Your email address will not be published.