178 હરી હરાની મરજી જોગી મારુ દિલડું થયું


હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને
હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને
ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને

દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુ
મારા જીવનની દોરી, એને હાથ છેને
હરી હરાની મરજી મે તો….

છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારી
ઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એને
હરી હરાની મરજી મે તો….

તીરછી નજરે એણે ઘાયલ કર્યો છે મુજને
દિલડુ થયુ દિવાનુ ચાહે છે દિલથી એને
હરી હરાની મરજી મે તો….

પ્રિત કરીને મુજથી, પરદે રહે છે પ્રિતમ
પ્રિતમ પ્રિતમ જંખે, દિલ દર્શન કારણ એને
હરી હરાની મરજી મે તો….

એની નજરે જીવન મારૂ, જીવુ છુ ઇ નજરે
ગાફીલ છુ પણ એની, નજર મુજ પર છેને
હરી હરાની મરજી મે તો….


Leave a Reply

Your email address will not be published.