42 એક અરમાન

દિલમાં અરમાન એક લઈને ફરું છું
હો દિલમાં અરમાન એક લઈને ફરું છું
દિલમાં અરમાન એક લઈને ફરું છું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા
રોજ પ્રાર્થના એવી કરું છું
રોજ પ્રાર્થના એવી કરું છું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા
હો મળી જાય મન ગમતું મારું
તારા જેવું માણસ કોઈ પ્યારું
હો મળી જાય મન ગમતું મારું
તારા જેવું માણસ કોઈ પ્યારું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા
દિલમાં અરમાન એક લઈને ફરું છું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા

પ્રેમનું તું મંદિર ને અમે પુજારી
રબ સાથે સરખામણી કરું હું તમારી
મૂરત તારી જોઈ કરું હું તો ધારી ધારી
દિલના દીવડે તારી આરતી ઉતારી
હો તારી પાસે તને જ માગુ
તારા માટે રાત દાડો જાગું
તારી પાસે તને જ માગુ
તારા માટે રાત દાડો જાગું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા
દિલમાં અરમાન એક લઈને ફરું છું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા

તારા માટે જોયા છે હજારો ખ્વાબ રે
દરેક સવાલનો તું જ છે જવાબ રે
આપણી જોડીનો જમે જબરો રુઆબ રે
તું મારી બેગમ હું તારો નવાબ રે
હો દિલની એક જ છે માંગણી
સમજી જાવ તમે મારી લાગણી
દિલની એક જ છે માંગણી
સમજી જાઓ તમે મારી લાગણી
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા
દિલમાં અરમાન એક લઈને ફરું છું
જીવું જિંદગી તારી સાથે અને મોત તારી પેલા

Leave a Reply

Your email address will not be published.