હો મોગલ તારા ઘણાં ઘણાં ઉપરકાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
હો મોગલ તારા ઘણાં ઘણાં ઉપરકાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
હો સુખનો ભંડાર માં તું દિલની દાતાર
માં તારે આશરે આવે નસીબદાર
હો મોગલ તારા હદથી ઘણાં ઉપરકાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
હો મતલબી છે માનવ સૌવ સ્વાર્થના સગા છે
મોઢે મીઠાને દિલમાં દગા છે
હો કરું ક્યાં ભરોસો ક્યાં વાત કરું દિલની
મોગલ વિના મને નથી કોઈની લગની
હો દુનિયાનો ભાર તારા દ્વારે ઉતારું
માં મોગલ નામ તારું દિલથી પુકારો
હો મચ્છરાળી તારા ઘણાં ઘણાં ઉપરકાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
હો આયલ તું આધાર મનમાં તારો વિચાર
તારા વગર મારો હોઈ ના ઉધ્ધાર
હો સમરથ બેઠી સવાર
આવતા ન લાગે વાર
મોગલ ના આશરે છોડી દે તું યાર
હો સમરું દે સાદ તું આવી જા આજ
માં મોગલ રાખજે તું અમારી લાજ
હો મોગલ મારી સુખ દુઃખનો આધાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર
માં મળી તું ખુલ્યા નસીબના દ્વાર