હે આઈ સાચું માવતર છે મારુ રે
હો આઈ સાચું માવતર છે મારુ રે
આઈ સાચું માવતર છે મારુ રે
હે વાલા અમે મોગલ છોરું રે
હે મારી માતા કહે એજે ખરું રે
હે મારી મોગલ કહે એજે ખરું રે
હે વાલા અમે મોગલ છોરું રે
હો હૈયાના ધબકારે નામ માંનુ લેતા
મોગલની મોજમાં કાયમ રહેતા
હે વાલા વાલા મોગલ છોરું રે
હે માં કહે એટલા ડગલાં ભરું રે
માં કહે એટલા ડગલાં ભરું રે
હે વાલા અમે મોગલ છોરું રે
હે મોગલના દીકરા અમે કહેવાયા
શેર માથે સવાશેર સૌથી સવાયા
હો મોગલની ભક્તિના રંગમાં રંગાયા
માથે ભગવતીના ભેળીયાની છાયા
હો અમારા કપાળે અલગ તેજ છે
માથે ચડાવેલી માંના ચરણોની રજ છે
હે વાલા અમે મોગલ છોરું રે
હે માંનુ નોમ લઈ જગમાં ફરું રે
માંનુ નોમ લઈ જગમાં ફરું રે
હે વાલા અમે મોગલ છોરું રે
હો ડાયરા જામે છે મારી માતાના ધામે
ગીત એના ગાઉં માં બેઠી હોઈ સામે
હો જીંદગી કરી છે મારી મોગલના નામે
આવીને મળજો ભગુડાના સરનામે
હો રજવાડી ઠાઠને સુખમાં મોગલ
હોઈ તરવેળાએ મુખમાં મોગલ
હે વાલા અમે મોગલ છોરું રે
હે રાજન-ધવલ કે ધ્યાન માંનુ ધરું રે
રાજન-ધવલ કે ધ્યાન માંનુ ધરું રે
હે વાલા અમે મોગલ છોરું રે
હે આઈ સાચું માવતર છે મારુ રે
આઈ સાચું માવતર છે મારુ રે
હે વાલા અમે મોગલ છોરું રે