“હે આભેથી યે ઉતરી જીરે,
અને માડી રંક ને કરવા રાય
હે મારા ભીતર ભળાય
હે મારી ભેડિયા વાળી ભગવતી”
હો એક જ આધાર મોગલ આવ એકવાર હવે
ઘડી ઘડી ઘેર આઈ મોતની ઘડી
રુદીએથી માં થાક્યો મોગલ રડી રે રડી માં
હું તો રુદીએથી થાક્યો આયલ રડી રે રડી માં
હો માં સુખમાં સગા છે સૌ
દુખ માં તો દોષ માં
ઈ કોઈ વાતની નથી મળતી કડી
હો માં સુખમાં સગા છે સૌ
દુખ માં તો દોષ માં
ઈ કોઈ વાતની નથી મળતી કડી
રુદીએથી માં થાક્યો મોગલ રડી રે રડી માં
હું તો રુદીએથી થાક્યો આયલ રડી રે રડી માં
હો એક જ આધાર મોગલ..
હો માં મતલબી દુનિયથી તો
મનડા મરી ગ્યાં મારા
દલડની વાતું તો ડુંગર થી દડી
હો માં મતલબી દુનિયથી તો
મનડા મરી ગ્યાં મારા
દલડની વાતું તો ડુંગર થી દડી
રુદીએથી માં થાક્યો મોગલ રડી રે રડી માં
હું તો રુદીએથી થાક્યો આયલ રડી રે રડી માં
હો એક જ આધાર મોગલ..
હો માં છેલી આશા રાખી બેઠો
શક્તિદાન ચારણ હું તો
આમાંથી ઉગાર મોગલ તું અબ ઘડી
હો માં છેલી આશા રાખી બેઠો
શક્તિદાન ચારણ હું તો
આમાંથી ઉગાર મોગલ તું અબ ઘડી
રુદીએથી માં થાક્યો મોગલ રડી રે રડી માં
હું તો રુદીએથી થાક્યો આયલ રડી રે રડી માં
હો એક જ આધાર મોગલ..