હો કહું છું હૈયા કેરી વાત
જોર લગાડજો તમામ
તમારી વાત બધા માને
મારું કરજો એક કામ
મારું આવશે ખોટું નામ
તમે મેલાવશો મને ગામ
નીચું જોયા જેવું થાય
એવું સોપતા નહીં કામ
ભાઈ મારું નહીં માને
ભાભી વાત નાખો તમે કાને
હે ભાઈ મારું નહીં માને
ભાભી વાત નાખો તમે કાને
મારી વહુ રાણી તેડાવો
કંકુ પગલા પગલાં ના બહાને
હે તારા ભાઈની રેહ નાકે
વાદ કરશે વગર વાંકે
થોડું જપી જાઉં ઉતાવળે
આંબા ના રે પાકે
હો થોડા કલર તમે કરજો
રાખીને હસતું મોઢું
વાત મનાવી લેજો
ભાઈ ભલે બોલે ડોઢું
હો તમે આવજો મારી સાથે
પણ સળગાવજો તમારા હાથે
મનાવી લઈશ દિયરજી
હું તો બધી વાતે
હે મારી ગૌરાણી તેડાવો
કંકુ પગલાના બહાને
સાસરિયાંવાળા રાજી
ના બગાડો ભાઈ બાજી
ઘરના છે હવ રાજી
શા માટે કરો નાજી
હો દેવરજી બોલે હાચું
ખોટું હોય તો લાવ પાછું
વાતને પહેલા હમજો
તમે ગામતા નહીં કાચું
આ બધા થી રેવું દૂર
નથી કરવા કોઈ ફતુર
વેવાઈ ના બોલાવે તો
જવાની શું જરૂર
હે તમે હોઠ મૂકો તમારી
અરજી સુણો અમારી
શું જાય તમારું આવે જો
ઘરમાં બહુ રાણી
શું જાય તમારું ઘરમાં
જો આવે રે રાણી
આ ટેવ તમારી
વાતે વાતે આડું બોલવાની
ઘરના છો તમે મોભી
એટલે કરો છો મનમાની
તમને મોઢે વાતો કરશે
મરચું મીઠું પણ ભરશે
વાયુ વેગે ફેલાશે વાત
પછી વાળી થોડી વળશે
હે ગામના મોઢે ગરણું
પિયુ ના હોય બાંધવાનું
આપણે ભાવતા ભોજન
આપણે ઘરે રાંધવાનું
ભાભી મેલો ને માનવું
રણમાં ખોટું સુ વાવું
ઘરના હારે બાજી
મારે નથી રે બગાડવું
અરે મનમાં ગાંઠના બાંધો
પિયુ શું છે તમને વાંધો