05 માલણ હવે મોજ થી ફરો


એ આવું કા કરો રે તમે આવું કા કરો
એ આવું કા કરો રે તમે આવું કા કરો
મજદારે મેલી હવે છૂટા રે પડો
મારા દલડાને તોડી હવે મોજથી ફરો
હે યુગતાને મને આવે યાદ કેમ રે ભુલાવું
મન મનથી મારો હવે કોની આગળ ગાવું
તારી યાદમાં દિલ જાય મને ના ભાવે ખાવું
હો મને જૂઠી રે લગાડી માયા ભૂલી રે તમે ક્યાં
જોડે રહેવાના દહી અડધે રે છોડી ગયા
મારા મનની માલણ હમજો
વખતે લાગે વહમા આ કડવા કારનામાં
ભૂલથી પણ આવો નહી માલણ મારી હામાં
આ દુખના રે ગાળા મારે કોની આગળ ગાવા
હે મારા દુખના રે ગાળા માલણ કોની આગળ ગાવા

હો જિંદગીમાં રહી ગયા અધુરા રે સપના
રહી ગયા યાદોમાં માન્યા હતા આપણા
હો ભાળી ના શક્યો કોઈ કલમનો કરમી
ખોટી કિસ્મત મારી જોવું પડયુ મનથી
હો અમે આંખોમાં લુટાયા રેવા દીધું લઈ વાહે
પ્રેમ કરીને હવે આ પ્રેમીઓ પાછતાંહે
તમે વાતે વાતે કેવા ફરો
એ મારા બનીને રેતા હવે બીજાના થઈ ફરો
ઓડી બીજાની ઓઢણી હવે કઈ શરમ કરો
મારા દલડાને તોડી હવે મોજથી ફરો
હે મારા દલડાને તોડી હવે મોજથી ફરો

જમનો કેતો રેશ પ્રેમ તો પ્રેમ છે
પ્રેમીઓને પૂછો યા ખોટો રે વેમ છે
હો મન માલણનું ખોટું દિલ સે દગાળું
ઉગ્યું તો દીપ ત્યાં તો જોયું રે અંધારું
જીવ કઈ કઈ હવે કેટલાને બાળશો
કયા મોઢે દેશો તમે કેટલાને પાડશો
તમે મીઠું મીઠું ના બોલશો
હે મને નફરત કરાવી હવે હદ માં રહો
દગાની દુનિયામાં નામ અમર કરો
મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે
મારા દલડાને તોડી હવે મોજથી ફરો


Leave a Reply

Your email address will not be published.