હે મારા લમણા રે દુઃખીયા ગોડી તારી વાટ જોઈને
મારા લમણા રે દુઃખીયા ગોડી તારી વાટ જોઈને
દુઃખ બમણા રે થઇ ગયા તોયે તું પાછી ના આવી રે
ઓ દલ હો દઈને એતો વહી ગયા
હમણાં આવું એવું કહી ગયા
ઘડિયાર ના કોટા હવે ગોડી મારે ફરતા નથી રે
લોબી લોબી નજર નાખું નજર પડતા નથી રે
હો બહાર ગામ જવાના એ આગલા દાડે મળીતી
ચાર દાડે વળતી થાહે ચોખવટ કરતી તી
ઓ ના આઈ એ પાછી ના કોઈ એના સમાચાર
અટવાનો હશે કોઈ વાતે નક્કી મારો પ્યાર
હો હશે મજબૂરી મા ક્યાંક તો અટવાની
નકે મને ફોન કરિયા વગર ના રે મારી રાણી
હે બાનું મળવા ગોડી મારી મળતી નથી રે
હે કઈ હાલત હશે એ ખબર પડતી નથી રે
ઓ આજ નહિ તો કાલ મારો પ્યાર આવશે વળતો
એક વાર તો મળશે પાછી આશા લઇ ને ફરતો
ઓ વર્ષો પછી સંકરી વાળી ચોકડી થઇ ભેળે
એને હું બે ગયા ત્યાંથી લાખડાહળ ના મેળે
મેળા વચે બાથ ભરી મને એ બહુ રોઈ
રોટી એની આખ મારાથી ગઈ ના રે જોઈ
બે થી અઢી કલાક એકધારી રોઈ
ઓ વળતા વઠોદર સ્ટેશન મે એને ઉતારી
એને હું બે પછી ત્યાંથી નોખા પડ્યા
પછી અમને મળવાના કદી મોકા મળ્યા રે