તારા કાજે હોરી હોળીઓ ઊડે બદનામીના સોટા
તારા કાજે હોરી હોળીઓ ઊડે બદનામીના સોટા
કોઈ નું કીધું ના મોનયા તારા લીધે હેડયા દોઢા
તારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા
તારું મોઢું જોવા મારતા દાડાંના દસ ઓટા
તારા હેતના હેડા કર્યા ઓસ ના હતા અમને બીજા
તારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા
મજબૂરી નું નામ પાડી તું નીકળી જિકારી
જેર ભરેલી માટલી મારા એક ના માથે ફોડી
મારા એક ના માથે ફોડી
તારું સાચવી તું બેસી ગઈ અમે થઈને ફરીએ ગોંડા
આખા ગોમની નજર સામે અમે સાબિત થયા ખોટા
તારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા
તને હસતી જોવા ગોંડી અમે શું નતું કર્યું
એનું પરમાણ અમને પૂરતું ના મળ્યું
સવારે હોય માંગ્યું સાંજે હાજર કર્યું
એના બદલે થોડું અમને હેત ના મળ્યું
આ આપાર ડૂબ્યો કે ના ડૂબ્યો પેલે પાર
મારી કિસમતે કર્યો ખેલ તો ડૂબ્યો મજધાર
હું તો ડૂબ્યો મજધાર
હોનાલ સમણા માર્યા તૂટયા એના જડે ના મને સાંધા
પેલા પ્રીત કરી પછી પટક્યા એના ઘાવ મોટા મોટા
તારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા
તે તો અમને માથાની ટીલડી જેવા ગણ્યા
પેલા માથે સજાયા પછી ધૂળ માં રે ફેકયા
આયખાના ઉમરે તમે માન આપ્યા મોંઘા
માનપાન ને ઠોકર મારી મેલ્યા તે સૂના
હસી મનમેળ .. કર્યા વાલ કે દગા
આ દિલ માં અંક બંધ રેશે તમારી જગા
વાલી તમારી જગા
તારું સાચવી તું બેસી ગઈ અમે થઈને ફરીએ ગોંડા
આખા ગોમની નજર સામે અમે સાબિત થયા ખોટા
તારા પગે પગે ફૂલવાડી મારા મારગે વેર્યા કોટા