નેહડા વચ્ચે દૂધ મલિયાના બંગલા મોટા મોટા
નેહડા વચ્ચે દૂધ મલિયાના બંગલા મોટા મોટા
ગાયોની ઘૂઘરીયું વાગે ઠાકર મારે ઓટા
હે રીતે ભેળયા વાળી વસોને ઊંચે એની શોભા
રાણી રૂડી માનો ઠાકર નેહડે મારે ઓટા
દહી દૂધ ના દેગડા ને ગાયો છે જાજી
ઘેર ઘેર મલક ફરી તોયે ઠાકર છે રાજી
તારી દયાથી ઠાકર લીલી છે વાડી
મછો ની મેર નેહડે રોજ દિવાળી
વલોવે ઘૂઘવે નેહ દેહ દૂઘ જેવા ચોખા
મન મેલી મારો વાલો નેહડે મારે ઓટા
ભલો મારો ભવને ભલુ ભાઈ નામ મારુ
હૈયે નામ હરી ને મુખે નામ તારું
ગાયોની ઘૂઘરીયું વાગે ઠાકર મારે ઓટા
જાપે મારી ઝૂપડી રે એ મારો કોણ રે મેમાંન થાય
જાપે મારી ઝૂપડી રે એ મારો કોણ રે મેમાંન થાય
ખભે ધાબળી વાળા રે ઠાકર હાથે લાકડી વાળા રે
ડોકે માળા વાળા રે માથે મુગટ વાળા રે
એ મારા ઠાકર મેમાન થાય
જાપે મારી ઝૂપડી રે એ
મારો કોણ રે મેમાંન થાય, ઠાકર
મારી જાપે ઝૂપડી એ મારો કોણ રે મેમાંન થાય
મારી જાપે ઝૂપડી એ મારો કોણ રે મેમાંન થાય
નોંતરા ઠાકર ને દેવાય અણધાર વાલો મેમાન થાય
તાહળીયે દૂધડા રે પાય એમાં હેત રે દેખાય
એ મારો માધવ મેમાંન થાય
જાપે મારી ઝૂપડી રે એ
મારો કોણ રે મેમાંન થાય, ઠાકર