10 રંગ કસુંબલ જોબનિયું


રંગ કસુંબલ જોબનિયું ને આંખ્યું કામણગારી
રંગ કસુંબલ જોબનિયું ને આંખ્યું કામણગારી
નાજુક નમણી નખરાળી ને મને લાગે બહુ રૂપાળી
પહલી નજરે હળવે હસી તો પ્રીતલડી બંધાણી
રામા હો હો કે રામા હો હો કે રામા હો હો
જોયો નમણો છેલ છબીલો નર બંકો નખરાળો
મૂછ વાંકડી હાથે લાકડી દિલ ને લાગે પ્યારો
પ્રીત ની પાળે આંખ મળે તો કાળજડે કોરાણો
રામા હો હો કે રામા હો હો કે રામા હો હો

ચંદ્ર સરીખું મુખડું એનું મીઠી મધુરી વાણી
છાનું હસીને હૈયું હરતિ એવી ચતુર સાણી
કામણ ગારે કામણ કીધા થઈ ગઈ હું તો પાણી
આખડિયું માં હરપળ છલકે છબી એની રૂપાળી
જ્યારથી એને જોઈ રદયમાં રુવે રુવે રોપણી
રામા હો હો કે રામા હો હો કે રામા હો હો

સમણે આવી રોજ સતાવે પાલવ જાલે મારો
મીઠું મન થી નખરાળો મને ગમતો છેલ છોગાળો
કોકિલ કંઠી કામણ ગારી કરતી આખનો ચાળો
મનની ડાળે ટહુકા કરતી દલદે બાંધ્યો માળો
મારા રૂડિયાનો એ રાજા હું એની પટરાણી
રામા હો હો કે રામા હો હો કે રામા હો હો


Leave a Reply

Your email address will not be published.