હે ઓઢા મોરલાવાળા લેરિયા તમે આજ
ઓઢા મોરલાવાળા લેરિયા તમે આજ
લાગો છો તમે એમાં નમણી નાર
તને શું ખબર તારી શરમ તારો શણગાર સે
મોતી જેવડું મૈયર ને એમાં મોટી લાજ
પેલા આણે અમે હાલીયા સિયાર
તમે લેરીએ સુ લોભાણા
અમે પારકે ઘેર ગોખાણા
હો અંક બંધ રાખીશ તો આંખો કરશે વાતો
રૂપતા જોઈને દલ નાખે રે નિહાસો
વેલણે હાલ્યા થઈને વહુ વારું અમે આજ
કોણિ નજરું ના કામળ તું ના નાખ
તમે લેરીએ સુ લોભણા અમે પારખે ઘેર પોખાણા
તમે મારા લેરીએ સુ લોભાણા અમે પારકે ઘેર પોખાણા
હો દૂરથી દેખાણા ને વધ્યા ધબકારા
આવો માણા મળે રોટલા ગડે રે અમારા
હો આંખ મળી ઓચિંતીને નુગરા થયા નેણ
હું નથી ઘરનો માણા સંભાળી કાઢો વેણ રે
હો તમને દેખી આ દલડા મારા તરે
નહીં મળો આ ભાવે તો માયલો મારો મરે
માર્ગે બેઠો થયો અચાનક મળી આંખ
મેમોન હમજી માણો ના માંગો મારો હાથ
તમે લેરીએ સુ લોભાણા અમે પારકે ઘેર પોખાણા
તમે મારા લેરીએ સુલોભાણા અમે પારકે ઘેર પોખાણા
હો ઘડી બે ઘડી રોકાવું તો હૈયું કરું હળવું
જોઈ લઉં મન ભારી બસ નથી મારે મળવું
હો હમજુ છું હાનમાં પણ કેમ તમને વરવું
વાયદે ઉભો છે એનું પાણી મારે ભરવું
હો ચોઘડિયા કેમ વાલી આપણા ના મળ્યા
તારામાં જીવ ચોટતા તારા ખોલીએ જીવ મેલ્યા
આ કેવી કઠણાઈ મારા કર્મની મારા નાથ
એક ઉભો વાટ જોઈ બીજો ખોળે છોડે પ્રાણ
તમે લેરીએ સુ લોભાણા અમે પારકાના હતા માણા
આમાં અમે શું કરવાના લેખ વિધિના લખાણા
તમે મારા ખોળે જોડ્યા પ્રાણ મારા દાલડા દુભાણા