હે મેલી મૈયરીયા ની માયા, હાલ્યા હાહરે
તારી યાદો મને, ઘડી ઘડી હાભરે
હો તમે ભુલી ગયા, મારા દિલને
નથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે
હો દિલ નુ આ દુખ, મારે કેમ કરી વેઠવુ
યાદ તારી આવે, ના ગમે ચોય બેહવુ
હો મનડું ના માને, તમને ખોઈને શુ પામવુ
તમને ચાહી ને, ના ગમે કોઈ ને ચાહવુ
હો તમે ભુલી ગયા, આ ઘાયલ ને
નથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે
હો તારી યાદો માં, રોજ રહયુ મારે જાગવુ
તમને માગી ને, હવે બીજુ શુ માગવુ
હો તુ ના હોય જોડે, ના ગમે ચોય તાકવુ
નથી મારા લોહી માં, આડું અવળુ જાખવુ
હો તમે ભુલી ગયા, મારા ઘર ને
નથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે