13 બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં


એ બીજાના નામના ઓઢ્યા તે તો ઓઢણાં રે
એ પીડા ના પર્વત બાંધ્યા મારા હાથ
એ પીડાયું ના પર્વત બાંધી દીધા હાથ
હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે

પણ વાટડી……. વાટડી જોતા અમે તમારી
અરેરે આજ અંતર મા પડ્યા છે દુઃખ
હવે હૈયે…..એ હૈયે હોળી મારે હળગતી
અરેરે મારી પાંપણે આવ્યા છે પુર
હવે સપને પણ નહીં આવે સુખ ની મારે રાતડી રે
તારા પ્રેમ ની હઠ મા થયા રે હેરાન
હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે

પણ વાસણ……વાસણ તુટ્યું હોત તો
અરેરે એને કહારે લઈ જઈ હંધવી લેત
પણ તૂટી…..એ તૂટી મારા કલેજા ની કોર
અરેરે એનો હાંધો મળે નહીં હૂળ નો
એ પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે
એણે પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે
જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત
હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે
એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે

પણ આગ…..આગ લાગી મારા અંગે અંગ મા.
અરેરે મારા રુદીયા મા લાગી છે લાય
આતો જેની….એ જેની અધુરી રહી જાય પ્રિતડી
અરેરે એનો ભવ નો ફેરો એળે જાય
એ વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે..
તારા વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે
એ મન મારું મુંજાય અને દલ મા લાગી લાય
એ મનડુ મારું મુંજાય અને દલ મા લાગી લાય
હૈયા મા વસી ને હેરાન તે કરીયા રે
એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે


Leave a Reply

Your email address will not be published.