હે આવો આવોને વરરાજા મોટે માંડવે
હે આવો આવોને વરરાજા મોટે માંડવે
તમારા પિયર પુરાને મોહાળ મોઘા
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
વરરાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વડલે
વરરાજાનો પેલો રે સમિયાણો ઘેઘુર વડલે
વરરાજા હાથીએ ચડીને તોરણ આવો રે
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
વરરાજાનો બીજો રે સમિયાણો દાદાની ડેલીએ
વરરાજાનો બીજો રે સમિયાણો દાદાની ડેલીએ
વરરાજા ઘોડલે ચડીને વેલા આવો રે
હે આવો આવો ને વરરાજા મોટે માંડવે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
વરરાજાનો ત્રીજો રે સમિયાણો વેવાઈને માંડવે
વરરાજાનો ત્રીજો રે સમિયાણો વેવાઈને માંડવે
વરરાજા જાડેરી જાન લઈને આવો રે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે
હે આવો આવો રે વરરાજા મોટે માંડવે