19 ભુલાવી નઈ શકો


છે હો પ્રેમ કોણ કરશે તમને મારાથી વધારે
એકલા બેસીને તમે ચડશો રે વિચારે
શું હાલ થશે મારા વિના એ જોવું છે મારે

હો ક્યાર સુધી મારાથી નારાજ થઈ ફરશો
હો ક્યાર સુધી મારાથી નારાજ થઈ ફરશો
મળવું પડશે પાછું મારી વાત માની લ્યો
મેં પ્રાણ રેડ્યા છે પ્રેમમાં ભુલાવી નહીં શકો
મેં પ્રાણ રેડ્યા છે પ્રેમમાં ભુલાવી નહીં શકો

હો અડધી મોડી રાતે ભણકારા વાગશે
નીંદર નહીં આવે તારી આંખો ભીંજાશે
અમે હાડ હોમયા છે હેતમાં ભુલાવી નહીં શકો
મે પ્રાણ રેડ્યા છે પ્રેમમાં ભુલાવી નહીં શકો

હો મારા વિના એકલા કેમ કરી રેશો
મેલો હટ મેલો મારો જીવ તમે લેશો હો
ક્યાં સુધી ચલાવશો તારો મારો ઝગડો
મારા આ પ્રેમને ના પડવા દેશો નબળો
હો તમે છો વાલી અમને જીવતી વાલા
કાયમ ઉભા રહેશું અમે પડખે તમારા
હો તમે મારા જીવન સાથી છો મને મેલી નહીં શકો
અમે દિલથી કર્યો પ્રેમ રે ભુલાવી નહીં શકો

હો ગામ વાતો કરશે કોન તારા ભરશે
પણ તને મારી મને તારી જરૂર પડશે
હો આપડો સંબંધ વાલી સાત રે જનમનો
નાની અમથી વાતે ગાડી ભૂલશો કેમનો
હો શમણાની હે રાતો તમે યાદ કરશો
મારા સિવાય કોણ તમારું એ વિચાર જો
હો તારા ભાગ્ય લખ્યો ભરતારને ભુલાવી નહીં શકો
અમે પ્રાણ રેડ્યા છે પ્રેમમાં ભુલાવી નહીં શકો ૐ


Leave a Reply

Your email address will not be published.