21 ગોરી તમારી જાનુ આવશે કાલ


હે..ગોરી તમારી જાનુ આવશે કાલ..
કે જોજો આંખમાં આંસું નાં આવે લગાર
મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ
હે વ્હાલા તમને અરજ કરું છેલ્લી વાર
કે યાદ કરી રોજ જીવનાં બાળશો લગાર
જુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજ
હે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ

હે..રંગ રૂપાળા પાનેતરમાં..
લાગોછો ખૂબ તમે પ્યારા રે..
કે લાગેનાં કોઈની નજરું તમને..
આશિષ દિલથી અમારા રે..
કાળજુ કકળે મનડું તડપે..
અંતર આગના અંગારા રે..
કે હૈયાનો દરિયો તોફાને ચડીયો..
કેમ રોકું હું આંસુ ધારા રે..
હે..દુહાઈ તમને મારા નામની આજ..
હંભાળી લેજો આ વખત કુટુંબને કાજ..
કે પરીવારની પાઘડીયું છે અણમોલ માણારાજ..
જુદા રહીને પ્રીતુંની લાજુ રાખીશું માણારાજ..

હે..હાથ જોડીને માંગુરે એટલું..
વચન આજ એક આપજો..
કે મારા લીધે કદી જીવનમાં તમે..
અવળું પગલુંના ભરજો..
હે..બોલે બંધાઉ કોલરે આલું..
હૈયાને ધરપત આપજો..
કે આપણી પ્રીતને દાગ નઈ લાગે..
એટલો ભરોસો રાખજો..
હે..ભૂલ અમારી કરજો અમને માફ..
વળી વળી ને જોડું તમને હાથ..
હે બીજા ભવમાં તમારી વાટું અમે જોશું માણારાજ..
હે મનને મજબૂત રાખી ફેરા લેજો માણારાજ..


Leave a Reply

Your email address will not be published.