પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે
હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે
હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે
હે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે
હે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
હે..સોળ વરસનું જોબનીયું
હવે જીરવ્યું નાં જીરવાતું
હે..હરતા ફરતા નાં કરીએ
ગોરી મનમાં રાખો વાતું
શું કરું નેણલે નાં આવે નીંદરડી
રાખો લગામ થોડી પ્યારા પાતલડી
હે..મનનાંમાળે ટહુકો મીઠો કરતો જાજે રે
હે ..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે
હે..વાડીના વડલે રેશમનો..
હીંચકો બંધાવું
ઈ વડલા ડાળે સાયબા તારી..
ઢેલડી થઈ આવું
કંસનશી કાય તારો લાખેણો લટકો
ઘેલુ લગાડે તારી આંખ્યું નો મટકો
હે..પાલવડામાં પ્રીતના મોતી બાંધી લેજે રે
હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે..
હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે
હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
હો ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..