સમજું માણહ ના મળ્યું
હે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યું
અરે અરે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યું
હે મારી વાત ને સમજે એવું સાચું માણહ ના મળ્યું
અરે મળ્યું એનું મન છે મેલું
કોનું કાળજાડું મારું
મળ્યું એનું મન છે મેલું
કોનું કાળજાડું મારું
હે મને હેત થી ખવડાવે એવું માણહ ના મળ્યું
અરે અરે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યું
હો બોલતો નો’તુ આવડાતું તે દી બોલણીયે બંધાણા
રાજા રાણી ની રમાતું મંડી હેત માં હળવાણા
હો હો તારા ડોકે કાળો ટાલ એમાં મોહ્યું મારું દળ
તને લીલું જાણ્યું વન તું તો નિકળી સૂકું રણ
અરે કૂવે જઈ તરસ્યો માર્યો લીલા વને હું ના ઠર્યો
કૂવે જઈ તરસ્યો માર્યો લીલા વને હું ના ઠર્યો
હે મને વ્હાલ થી વ્હાલો બોલે એવું માણહ ના મળ્યું
અરે અરે મને વ્હાલું વ્હાલું બોલે એવું માણહ ના મળ્યું
હો આખા ગોમ થી હંતાઈને મારા નામ નો પૂર્યો સેંથો
મેલ્યો તે મને એમ મારો પડછાયો ભાગે છેટો
હે મારી આંગળી ના ટેરવે તારા આંહુડા હું ઝીલતો
હેત ના બાંધી પોટલા હું તો શેરીયે શેરીયે રોતો
અરે વ્હાલા ના તો વ્હાલ મેલાણા અમે વગડે વેરાણા
વ્હાલા ના તો વ્હાલ મેલાણા અમે વગડે વેરાણા
હે ઉંબરે ઉભી વાટ જોવે એવું માણહ ના મળ્યું
હે મને હેત થી હંભારે એવું માણહ ના મળ્યું
અરે મારી વેદના સમજે એવું સમજું માણહ ના મળ્યું