30 મન મેળા


કે મારી જિંદગી ના હર પલ
હવે તારી સાથે વિતાવવા છે
કે મારા સપના ના આ મહેલ
હવે તારા હાથે સજાવવા છે

કે રંગથી ભર્યો મોરલો
આ તોડલે જઈ બેથો
આ કોયલ કેરો મનખો
ના જાણે શુ કઈ બેઠો
કે દિવસો મલકાતા જાય
ધૂન આભે છવાય…
તારા હારે જ થાય મન મેળા
કે આજે ફૂલડાં વેરાય
મારા મનડા ઘેરાય
તારા હારે લિધા છે ચાર ફેરા

હો કાલી ઘેલી વાતો મા ચંદ મુલકાતો મા
ખોવાઈ રહ્યુ છે આ દિલ
જેટલા વધ્યા છે શ્વાશ જીંદગી ના
એક પણ ના લઉ તારા વિન

કે રાહો મલી છે દિલ ને
એક તારા છે સપના
તુ જો મળે તો મુજને
જઈને ફળે શમણાં
કે હોઠો મલકાતાં જાય
તારો ચેહરો દેખાય
દિલ દિલ હારી જાય તારી સામે
કે રાતો જાગી ને જાય મન માં જ ગાય
પ્રેમ નો રોગ લાગ્યો અજાણે…

હો નયન માં ભરી લઉ
મન થી હુ વારી જઉ
જોવે આ આંખો તને જ્યા
હાથ લઈને હાથો મા
ચાંદની રાતો મા
તારા થઈને રેહવુ સાયબા

કે શબ્દ નથી જે તુજને
કરસે બયા લાગણી
વર્ષો અહિ જાશે વિતિ
જો કહીશ હુ આ દિલ ની
કે દિવસો મલકાતા જાય
ધૂન આભે છવાય…

તારા હારે જ થાય મન મેળા
કે આજે ફૂલડાં વેરાય
મારા મનડા ઘેરાય
તારા હારે લિધા છે ચાર ફેરા

હો પ્રેમ થી વધારે તને પ્રેમ મેં કર્યો છે
કદી વિરહ ની લાવતા ના વાત
આ શ્વાસો થી વધારે તારા રટણ કર્યા છે વાલી
છોડતા ના મારો સંગાથ…


Leave a Reply

Your email address will not be published.