પણ હાલે તો
હાલે તો હીરલ હંસલી
અરે રે એતો બોલે તો કોયલડી
પણ રડે તો
એ રડે તો મોરલા ની ઢેલડી
અરે રે એતો પાતાળ ની પુતલડી
અરે રે એતો પાતાળ ની પુતલડી
હે હરતી ને ફરતી
એ પાવઠે પગ ધોતી
હે હરતી ને ફરતી પાવઠે પગ ધોતી
અરીસે મુખડા જોતિ
હીરલ મારી એવી રે હેતાળ હતી
હે એતો પાંચ હાથ પુરી કેડે પાટલડી
અનમોલ ઉજળી હતી
હીરલ મારા હૈયા નો હારલો હતી
એ હીરલ મારા દલ નો ધબકારો હતી
પણ હોના ને
હોના ને હોત સુગંધ તો
અરે રે એના મોલ હટાણે ના થાત
પણ કોઈ નમણી
એ નમણી નાર એને પેરે તો
અરે રે એના પગલા હરગ માં થાય
અરે રે એના પગલા હરગ માં થાય
હે ખાવડાવી ખાતી પાણીડાં ભરતી
લાજુ કાઢી ને હાલતી
હીરલ મર્યાદા ની પુતલડી હતી
હે કેડે પાટલડી પાંચ હાથ પુરી
અનમોલ ઉજળી હતી
હીરલ મારા હૈયા નો હારલો હતી
હે હીરલ મારા હૈયા નો હારલો હતી
પણ વનરાઈ મા
વનરાઈ માં ખીલ્યો મોગરો
અરે રે એની સુગંધ ચારેકોર વખણાય
પણ હીરલ
એ હીરલ તારા હૈયે રે
અરે રે આજ હેત કેમ ના છલકાય
અરે રે આજ હેત કેમ ના છલકાય
હો નજરો થી નજરુ મળી તે દી થી
બધી મા ને બેની
હે હરતી ને ફરતી
એ પાવઠે પગ ધોતી
અરીસે મુખડા જોતિ
હીરલ મારી એવી રે હેતાળ હતી
કે હીરલ મારા હૈયા નો હારલો હતી