હે વ્હાલો હાચવે હઉનુ ટાણું
હે વ્હાલો હાચવે હઉનુ ટાણું
રીત રાઘવની જાણું
વ્હાલો હાચવે હઉ નુ ટાણું રીત રાઘવની જાણું
આ નાથ ને ક્યા જોવે છે નાણું
દીનો નાથ બહુ દયાળું
આ કરમ ક્યાંય નથી જવાનુ
બધુ નાથ ને જોવાનું
કરમ ક્યાંય નથી જવાનું બધુ નાથ ને જોવાનું
તમે મેલો હવે તારું ને મારુ
દીનો નાથ બહુ દયાળું
આ દીનો નાથ બહુ દયાળું…
હો નરસૈયા નો નારાયણ જુનાળા માં આવતો
કુવરબાઈ ના મામેરા મારો શામળીયો રે ભરતો
શામળિયો રે ભરતો મારો શામળિયો રે ભરતો
હો હો દિધી ગાડી ભરત ને ના માંગી ભૂમિ વેત રે
વિષ્ણુ બને વામન તે દી ના આવે પગે ઠેસ રે
ના આવે પગે ઠેસ રે ના આવે પગે ઠેસ રે
હે ભીડ પડે ને હમ્ભાળુ પાપ પુણ્ય નુ આ ભાથુ
ભીડ પડે ને હમ્ભાળુ પાપ પુણ્ય નુ આ ભાથુ
મારા નાથ ની રીત હુ જાણું
દીનો નાથ બહુ દયાળું
દ્વારિકા નો નાથ રે દયાળું…
હો ઈર્ષાળુ આ અંગ ને અભિમાન નો માથે ભારો
દેવલ દેખી દેવ નાખે નાથ અમને રે ઉગારો
અમને રે ઉગારો નાથ અમને રે ઉગારો
હો હો કરમ ની કમાણી કલ કપટ ની કહાની
ભૂમિ મા હમાણી અમે ભાગવત મા જાણી
ભાગવત મા જાણી અમે ભાગવત મા જાણી
હે ઠાકર ઠેલ મા બાજી મારી
ફેરા માંથી લે ઉગારી
વ્હાલા ઠેલ મા બાજી મારી
ફેરા માંથી લે ઉગારી
ઓ અરજી કરું હરિ કે હું મારી
પછિ જેવિ મરજી તારી
લેજે વ્હાલા અમને રે ઉગારી…