03 નંદબાવાને માતા જશોદાજી


નંદબાવાને માતા જશોદાજી સાંભરે
નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
મમતા મુરતિ મારી રહી ગઈ ગોકુળમાં.

સોના રૂપાના અહી વાસણ મજાના,
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને

છપ્પનભોગ અહીં સ્વાદના ભરેલા,
માખણને મિસરી મારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને

હિરામોતીના હાર મજાના,
ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને

હિરા માણેકના મુકુટ મજાના,
મોર પીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને

હાથીને ઘોડા અહીં ઝુલે અંબાડીયે,
ગોરીગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને

સારંગીના સુર ગુંજે મજાના,
વ્હાલી વાંસળી મારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને

રાધાજીને એટલું કહેજો ઓધવજી,
અમીભરી આંખમારી રહી ગઈ ગોકુળમાં
નંદબાવાને


Leave a Reply

Your email address will not be published.