04 મારો વ્હાલો બિરાજે સત્સંગમાં


મારો વ્હાલો બિરાજે સત્સંગમાં રે,
જ્યાં સત્સંગ હોય ત્યાં જાય
મારો વ્હાલો બિરાજે

સૌ વૈષ્ણવ મળી કીર્તન કરે છે,
મારો વ્હાલો ઉભો હરખાય…
મારો વ્હાલો બિરાજે

સત્સંગમાં આવે સૌ પ્રેમથી રે,
એને આવ્યો ના જાણે કોઈ
મારો વ્હાલો બિરાજે

સત્સંગ અમૂલ્ય ચીજ છે ,
નાણાં દેતા ના મળે કર્યાય
મારો વ્હાલો બિરાજે

સૌ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે,
ધન્ય આવ્યો અવસર મારે ઘેર
મારો વ્હાલો બિરાજે

સર્વે વૈષ્ણવ કર જોડી વિનવે રે,
આવો સત્સંગ દેજો સદા
મારો વ્હાલો બિરાજે

મારો વ્હાલી બિરાજે સત્સંગમાં રે,
જ્યાં સત્સંગ હોય ત્યાં જાય
મારો વ્હાલો બિરાજે


Leave a Reply

Your email address will not be published.