રંગે રમે આનંદે રમે
રાધાને રસીયો રંગે રમે
અમને સહુને એ તો બહુ ગમે.
રાધાને રસીયો રંગે રમે
ભરી ભરી પ્રાણ પ્રભુ મારે પીચકારી,
રાધાને સંગમાં રસીયો જાય હારી,
ગોપ ગોવાળ એની પાછળ ભમે
રાધાને રસીયો રંગે રમે
હસી હસી પ્રાણ પ્રભુ મીઠું મીઠું બોલે,
તોયે રાધાજી તો ઘુંઘટ ન ખોલે,
સ્વર્ગના દેવો તો સહુ નમે
રાધાને રસીયો રંગે રમે
રમતા વાલમજીને વાણલા વાયા,
રંગથી રણછોડ ખૂબ રંગાયા,
રાધા કહે રસીયા તમે જીત્યા
રાધાને રસીયો રંગે રમે
રાધા ઉડાડે અબીલ ગુલાલ,
હેતે હરાવવા જશોદાના લાલને,
અમને સહુને એ તો બહુ ગમે
રાધાને રસીયો રંગે રમે
વૈષ્ણવોના સ્વામી તમે છેલ છોગાળા,
છેલ છબીલાને રંગ રંગીલા,
ગિરિરાજ મંડળને દેજો રંગમાં રોળી
રાધાને રસીયો રંગે રમે