તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે,
રાજા રણછોડ રે રંગીલા રણછોડ રે
તારો નેડો લાગ્યો
અધમ ઓધારણ નામ તમારું માહતમ તેનું મોટું રે,
હરતાં ફરતાં તુજને સમરું બાકી સર્વે ખોટું રે
તારો નેડો લાગ્યો
કાશી દેખી દેખી દ્વારકા તીરથ દીઠાં ઝાઝાં રે,
સંત સંગતમાં બેઠો ત્યારે મનડે મૂકી માઝા રે
તારો નેડો લાગ્યો
ભવસાગરમાં હું અથડાતો સગાં સંબંધી લૂંટે રે,
દાસ ઉપર જે દયા કરો તો ભવનાં બંધન તૂટે રે
તારો નેડો લાગ્યો