હિર તારાં છે હજાર નામ,
ક્યા નામે લખવી કંકોતરી,
રોજે રોજ બદલાવે મુકામ,
ક્યા નામે લખવી કંકોતરી
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો,
દ્વારીકામાં રાય રણછોડ
ક્યા નામે લખવી કંકોતરી
કોઈ સીતારામ કહે; કોઈ રાધેશ્યામ કહે,
કોઈ કહે નંદનો કિશોર,
ક્યા નામે લખવી કંકોતરી
નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો,
મીરાંનો ગિરધર ગોપાલ,
ક્યા નામે લખવી કંકોતરી
ભકતોની રાખી ટેક, રૂપા ધર્યા તે અનેક,
અંતે તો એકનો એક,
ક્યા નામે લખવી કંકોતરી
નામો તારાં હજાર, ગણતાં ન આવે પાર,
એક દિન કરો વિચાર,
ક્યા નામે લખવી કંકોતરી
ભાવે ભર્યા ભકતોના હાથ લખાયા છે,
ક્યા નામે લખવી કંકોતરી
ક્યા નામે લખવી કંકોતરી
અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ,
લેજો ભક્તોની સંભાળ,
ક્યા નામે લખવી કંકોતરી
છેલ છોગાળઃ તને લખી પ્રેમે કંકોતરી,
પહોંચે વૈકુંઠ મુકામ,
વૈકુંઠ ધામે લખવી કંકોતરી