સાચા સત્સંગમાં લાલો દેખાય
સાચા સત્સંગમાં રે આજ મને
લાલો દેખાય છે,
ભક્તિના રંગમાં રે આજ મને
લાલો દેખાયછે.
જૂનાગઢ ગામ છે અને નાગરોની નાત છે,
નરસૈયાના ધામમાં આજ મને
લાલો દેખાય છે.
ચિતોડ ગામ છે ને મેવાડાની નાત છે,
મીરાંના ઝેરમાં રે આજ મને
લાલો દેખાય છે.
જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે,
દ્રૌપદીનાં ચીરમાં રે આજ મને
લાલો દેખાયછે.
વીરપુર ગામ છે લુવાણાની નાત છે,
જલારામના ધામમાં રે આજ
મને લાલો દેખાયછે.
ગોકુળિયું ગામ છે ને તીરથનું ધામ છે,
જશોદાની ગોદમાં રે આજ મને
લાલો દેખાયછે