11 અરજી અમારી સુણો શ્રીનાથજી


હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં
હાંરે વહાલા

હાંરે મારા અંત સમયના બેલી
હાંરે હવે મેલો નહિ હડસેલી
હાંરે હું તો આવી ઉભો તમ દ્વારે
શ્રીનાથજી લઇ જાજે ફર ધામમાં
હાંરે વહાલા

હાંરે નાથ કરુણા તણા છો સિંધુ
હાંરે હું તો યાચું છું એકજ બિંદુ
હાંરે એક બિંદુમાં નહિ થાય ઓછું
શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં
હાંરે વહાલા

હાંરે મારું અંતર લેજો વાંચી
હાંરે મહેંદીમાં લાલી લખાતી હાંરે
હરિ પાને પાને એ પ્રસરી જાતી
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં
હાંરે વહાલા

હાંરે તને સમજુ ને શું સમજવું
હાંરે કહે તો અંતર ખોલીને બતાવું
હાંરે તારા ભક્તોને એકજ આશ
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં
હાંરે વહાલા


Leave a Reply

Your email address will not be published.