19 અમે તો તમારા નાનાં બાળ


અમે તો તમારા નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ
અમે તો તારાં નાનાં

ડગલે પગલે ભુલો અમારી,
દે સદબુદ્ધિ ભુલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ
અમે તો તારા નાના

દીન દુખિયાનાં દુઃખ હરવાને,
આપો બળ મને સહાય કરવાને,
અમ પર પ્રેમ ધણો વરસાવ
અમે તો તારા નાનાં

બાળ જીવન અમ વીતે હર્ષે
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ
અમે તો તારાં નાનાં


Leave a Reply

Your email address will not be published.