અંજનીનો જાયો, બજરંગી બાબા
બોલાવે તમારાં બાળ,
હનુમાન દર્શન આપોને…
તેલ ચઢને, સિંદૂર ચઢે છે,
ચઢે છે આકડાંની માળ,
હનુમાન દર્શન આપો ને
અંજનીનો જાયો…
છલાંગ મારી કુદ્યાં સમંદર,
સીતાજીની શોધ કરનાર,
હનુમાન દર્શન આપોને.
અંજનીનો જાયો…
નાના બાલુડા પાયે પડીને,
વિનવે વારંવાર
હનુમાન દર્શન આપો ને.
અંજનીનો જાયો…