05 ભાવ થકી ભજવા ભગવાન


ભાવ થકી ભજવા ભગવાન,
સુખ દુઃખ આવે સંસારમાં…

દુ:ખથી ન ડરવું, હિંમત ન હારવી,
શિવજી ને સોંપ્યો સુકાન,
સુખ દુ:ખ આવે સંસાર માં…
ભાવ થકી ભજવા…

કોઇ દિન આંગણીયે લગ્નની તૈયારી,
કોઇ દિન રુદિયા માં ઘાવ,
સુખ-દુ:ખ આવે સંસારમાં…
ભાવ થકી ભજવા…

કોઇ દિન જમવા માં મેવા ને માવા,
કોઇ દિન કરીએ, ઉપવાસ,
સુખ-દુ:ખ આવે સંસારમાં
ભાવ થકી ભજવા…


Leave a Reply

Your email address will not be published.