શ્રીકૃષ્ણઃ શરણં મમ,
શ્રી કૃષ્ણઃ શરણં મમ
કદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
જમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ
કુંડકુંડની સીડિયો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ
મલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ: શરણંમમ
ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ
વૃંદાવનનાં વૃક્ષો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ગોકુળિયાની ગાયો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ:
વૃજભૂમિનાં રજકણ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
રાસ રમંતી ગોપી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વાજાં ને તબલાંમાં બોલે શ્રી કૃષ્ણ શરણં મમ
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
નૃત્ય કરંતી નારી બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
કેસર કેરી કયારી બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
આકાશ પાતાળે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
ચંદ સરોવર ચોકે બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
પત્ર પત્ર શાખાએ બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
વનસ્પતિ હરિયાળી બોલે શ્રી કૃષ્ણઃ શરણં મમ
જતીપુરાના લોકો બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ
મથુરાજીના ચોબા બોલે શ્રી કૃષ્ણ: શરણં મમ