રામ રટણ સાંજ સવારે,
બીક પછી કોની અમારે.
પ્રભુ ભજન સાંજ સવારે,
બીક પછી કોની અમારે.
દુનિયા દો રંગી વ્હાલા
આજ અને કાલ શું
અંતે એકલા જવાનું
માયાને મુડી શું
રામરટણ સાંજ સવારે,
બીક પછી કોની અમારે.
રામ રટણ મહિમાથી
સઘળો સંસાર છે
સુખમાં ને દુખમાં મારે
એક જ આધાર છે
રામ રટણ સાંજ સવારે,
બીક પછી કોની અમારે.