હિર તારા નામ છે હજાર
ક્યા નામે લખવી કંકોતરી.
રોજ રોજ બદલે મુકામ,
ક્યા નામે લખવી કંકોતરી.
મથુરામાં મોહન તું,
ગોકુળમાં ગોવાળીયો.
દ્વારકામાં રાજા રણછોડ,
ક્યા નામે લખવી કંકોતરી.
કોઇ તને રામ કહે,
કોઇ તને શ્યામ કહે.
કોઇ કહે નંદનો કિશોર
ક્યા નામે લખવી કંકોતરી.
નરસિંહ મહેતાનો
પ્રભુ સ્વામી શામળીયો.
મીરાનો ગિરધર ગોપાલ,
ક્યા નામે લખવી કંકોતરી.