કરજો કરજો નૈયા પાર,
કનૈયા તારો છે આધાર.
નાગર નંદજીના લાલ,
કનૈયા તારો છે આધાર
કરજો કરજો
મારી ડગમગ ડોલે નૈયા,
એને પાર કરોને કનૈયા
તું છે ભવજલ તારણહાર,
કનૈયા તારો છે આધાર
કરજો કરજો
પ્રભુ મારું સુકાન હાથે ધરજો,
મારી નૈયા નિર્ભય કરજો,
નામે ઉતરીએ ભવ પાર,
કનૈયા તારો છે આધાર
કરજો કરજો