સાચી વાણીમાં શ્રીરામ,
સાચા વર્તનમાં શ્રીરામ
માનવ સેવામાં પામીશું,
પ્યારા રામ રામ રામ
કરજો સુંદર સુંદર કામ,
જગમાં સુંદર સુંદર કામ
સારા કરમોથી પામીશું,
પ્યારા રામ રામ રામ
સાચી વાણીમાં…
જોવું દુખિયામાં શ્રીરામ,
હૈયા હૈયામાં ભગવાન
સેવા કરુણાથી પામીશું,
પ્યારા રામ રામ રામ
સાચી વાણીમાં…