સુખ આવેને વીસરુ તને
દુઃખમાં હું યાદ કરું.
મને મુશ્કેલી જ્યારે પડે
ત્યારે તને યાદ કરું.
મુડી થાય જ્યારે દો પૈસાની,
બની જાવ હું તો બહુ અભિમાની,
હે જ્યારે ખાવાના સાંસા પડે
ત્યારે તને યાદ કરું.
જોબન જ્યારે અંગે છલકે,
પાપ કરતા મુખડું મલકે,
હે જ્યારે કાયામાં કીડા પડે
ત્યારે તને યાદ કરું.
સાથે હોય જ્યારે દો સંગાથી,
ગજગજ ફૂલે મારી છાતી,
હે જ્યારે એકલડા મરવું પડે
ત્યારે તને યાદ કરું.