વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.
કોણે કોણે દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા…
મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વાસુદેવે દિઠેલા હરિઓમ વિલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા…
ગોકુળિયામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
નંદબાબાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા…
જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
નરસૈયાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા…
દ્વારકામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા.
સુદામાએ દિઠેલા હરિ ઓમ વિઠ્ઠલા.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા…