કેમ ભૂલાય નામ ભગવાનનું રે
કેમ ભૂલાય નામ ભગવાનનું રે
મને આનંદ થાય નામ બોલતાં રે
મારે હૈયે હરખ નવ માય
કેમ ભૂલાય નામ ભગવાનનું રે
જેણે સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે
વળી દીધો મનુષ્ય અવતાર
કેમ ભૂલાય નામ ભગવાનનું રે
બળ, બુધ્ધિ, વિદ્યા બહુ આપિયા રે
સાથે રમવાને ફૂલડાં અપાર
કેમ ભૂલાય નામ ભગવાનનું રે
પવન પાણી અજવાળુ પ્રભુ મોકલે રે
ધરતી પેટે ઉગાડે અન્ન
કેમ ભૂલાય નામ ભગવાનનું રે
રામકૃષ્ણને શિવ તમે બોલજો રે
નામ કેરો છે મહિમા અપાર
કેમ ભૂલાય નામ ભગવાનનું રે