ભજીલે ભજીલે ભોળાનાથ
ભવસાગર તરવાને કાજ.
ભજીલે ભજીલે ભોળાનાથ…
રામને લક્ષ્મણ વનમાં ચાલ્યા,
સાથે સતી સીતાનો સાથ
ભવસાગર તરવાને કાજ.
ભજીલે ભજીલે ભોળાનાથ…
પાંચેય પાંડવ વનમાં ચાલ્યા,
સાથે દ્રૌપદીનો સાથ
ભવસાગર તરવાને કાજ.
ભજીલે ભજીલે ભોળાનાથ…
હરીશ્ચંદ્ર તારામતી વનમાં ચાલ્યા,
સાથે રોહીત નાના બાળ
ભવસાગર તરવાને કાજ.
ભજીલે ભજીલે ભોળાનાથ…