આવે ભલે સંકટ હજાર ભગવાન
મને ભરોસો તમારો.
પડે ભલે દુઃખડા હજાર ભગવાન
મને ભરોસો તમારો.
વિઘન તો રોજ રોજ આવતાં ને જાતાં,
શ્રધ્ધા અડગ મારી વિશ્વવિધાતા,
તમે મારા રુદિયે રહેનાર
ભગવાન મને ભરોસો તમારો.
જીવનની નૈયાનાં તમે છો સુકાની,
હાથ મારો ઝાલી પ્રભુ લેજો ઉગારી,
અરજી આ બાળની સ્વીકારો
ભગવાન મને ભરોસો તમારો.