01 જય સદગુ‍રૂ સ્વામી આરતી


જય સદગુરુ સ્વામી,
પ્રભુ જય સદગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ (૨),
બળવંત બહુનામી. પ્રભુ જય…૧

ચરણ સરોજ  તમારાં,
વંદુ કર જોડી;
ચરણે શીશ ધર્યાથી (૨),
દુઃખ નાખ્યાં તોડી. પ્રભુ જય…૨

નારાયણ નર ભ્રાતા,
દ્વિજકુળ  તનુ ધારી;
પામર પતિત ઊધાર્યા (૨),
અગણિત નરનારી. પ્રભુ જય…૩

નિત્ય નિત્ય નૌતમ લીલા,
કરતા અવિનાશી;
અડસઠ  તીરથ ચરણે (૨),
કોટી ગયા કાશી. પ્રભુ જય…૪

પુરુષોત્તમ પ્રગટનું,
જે દર્શન કરશે;
કાળ કરમથી છુટી (૨),
કુટુંબ સહિત  તરશે. પ્રભુ જય…૫

આ અવસર કરુણાનિધિ,
કરુણા બહુ કીધી;
મુક્તાનંદ કહે મુક્તિ (૨),
સુગમ કરી સિધી. પ્રભુ જય…૬


Leave a Reply

Your email address will not be published.