માલુમ નહી રહેણી બિના ઘર દૂર,
કળિયુગ મેં કહેણી કે બહોત મજૂર
કળિયુગ મેં (1)
શુરવીર હોય સન્મુખ લડે ને,
કાયર ભાગે દૂર,
પ્રેમ પિયાલા કોઇ મરજીવા પીવે,
નિત રહે ચકચૂર
કળિયુગ મેં (2)
કામ ક્રોધ મદ લોભ મોહ કે,
નામ પે ડાલ દે ધૂલ,
પાંચ કો માર પચ્ચીસ કો બસકર,
મુખ પર બરસે નૂર
કળિયુગ મેં (3)
યે હંસા કા ચા હય ભરોસા,
ઉડ જાવે જ્યે કપૂર,
દાસ ‘ સત્તાર’ ભજો ભય ભજંન,
સાહેબ હાલ હજુર
કળિયુગ મેં (4)