38 એવી પ્યાલી મેં તો પીધી રે


એવી પ્યાલી મેં તો પીધી રે
મારા સદગુરૂને હાથે,
પીતાં મારે પ્રીત બંધાણી
મારા પ્રીતમવર સંગાથે
એવી પ્યાલી (1)

પ્રેમ તણી લાગી છે
અગ્નિ પ્રગટી હાડો હાડ રે,
અણસમજુ અજ્ઞાની મુજને
ગાંડી ગણીને કાઢે રે
એવી પ્યાલી (2)

પ્રેમે સદગુરૂ મુજને મળીયા
સફળ થયો જન્મારો રે,
હું ગાંડી કે દુનિયા ગાંડી
જ્ઞાની આપ વિચારે રે
એવી પ્યાલી (3)

સ્વામીના તો સુખને
બહેની પરણેલી સ્ત્રી જાણે,
શું સમજે કુંવારી કન્યા
એ તો પિયરિયુ વખાણે રે
એવી પ્યાલી (4)

દાસ સત્તાર સદગુરૂ પ્રતાપે
પરણી મોજું માણો રે,
જોવું હોય પિયુનું સુખ
તો પરણો વચન પ્રમાણે રે
એવી પ્યાલી (5)


Leave a Reply

Your email address will not be published.