04 મેરુ તો ડગે પણ જેનાં


મેરુ તો ડગે પણ જેનાં,
મનડાં ડગે નહીં પાનબાઈ,
મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,
તોઈ હરિજનનાં પરમાણ રે.

ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે,
કોઇ દી’ કરે નહીં આશ રે,
દાન દેવે પણ, રેવે અજાજી રે,
વચનુંમાં રાખે વિશ્વાસ રે.

હરખ રે શોકની જેને ના’વે રે હેડકી,
ને આઠે રે પહોરે આનંદ રે
નિત્ય રહે સદા સંતોના સંગમાં,
તોડે રે માયા કેરાં ફંદ રે.

તન મન ધન જેણે પ્રભુને અર્પે રે,
ધન્ય નિજાજી નરને નાર રે,
ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇ,
પ્રભુ પધારે એને દ્વાર રે.


Leave a Reply

Your email address will not be published.