વિરપુર જાઉં જલારામને મનાઉ
સેવા પૂજા લઈને તારા ચરણોમાં ધરાવું
બાપા સત્સંગ કરવા સાધુ આવતા
આવી આંગણીયામાં અલખ જગાવતા
કરતો સેવા તું તમામ, લેતો મુખે રામ નામ
જગમાં તારો જય જય ગાવ….વિરપુર
બાપા જોળી ધોકો જગમાં પુજાય છે
એને ધૂપ ધજા શ્રીફળ ધરાય છે
દેતો દુઃખીયાને વિશ્રામ, એવા જલા તારા કામ
તારો મહીમા હું શું ગાવ….વિરપુર
બાપા સાધુડાને સોંપી તે કામીની
ભક્તિ ઉજાળી તે અમરધામની
મનમાં ઉપયો નહીં સંતાપ, તારે અલખનો પરતાપ
તને અંતરથી વધાવું….વિરપુર
બાપા આરે કલીયુગમાં વેલા આવજો
આવી માનવને સત્ય સમજાવશો
નથી માનવને વિશ્વાસ, નથી સ્મરણ શ્વાસોશ્વાસ
કલ્યાણ અરજ લઈને આવું….વિરપુર