હારે મે તો કીધીછે ઠાકર થાળી રે,
હવે તમેં પધારો વનમાળી રે,
હા રે મે તો,
પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી,
માંહે નથી બાસુંદી કે પુરી,
મારે સાસુ નણદી છે શૂળી
પધારો વનમાળી રે,
પ્રભુ ભાત ભાતના લાવુંમેવા,
તમે પધારો વાસુદેવા,
મારે ભુવનમાં રજાની રહેવા
પધારો વનમાળી રે,
પ્રભુ કંગાલ તમારી દાસી,
પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,
દાસી ની પૂરજો આસી રે
પધારો વનમાળી રે,
હારે મેતો તજી છે લોકની શંકા,
પ્રીતમ કાઘર બંકા,
બાઈ મીરા એ દીધા ડંકા
પધારો વનમાળી રે,